પ્રેમ એટલે…💓

 પ્રેમ એટલે

મુખ માંથી શબ્દો પેહલા આંખ માંથી આંસુ નું નીકળવું

પ્રેમ એટલે

તારી શેરી માં મારા પગો નું ધીમું ચાલવું

પ્રેમ એટલે

તુજ માં ઈશ્વર જોવાની લાગણી,

ને હરપળ ઈશ્વર પાસે તારી જ માંગણી

પ્રેમ એટલે

રાતે આંખો બંધ થતા જ સ્વપ્ન માં તારું આવવું

પ્રેમ એટલે

કક્કો બારખડી ના કોઈ પણ combination થી પણ ના સમજાવી શકાય એવી લાગણી

પ્રેમ એટલે

કોઈની યાદ માં રાતે ઝબકી ને જાગી જવું

પ્રેમ એટલે

તુજ વિશે લખતા,મારુ ક્યાંક ખોવાઈ જવું

પ્રેમ એટલે

પ્રેમ ની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું

પ્રેમ એટલે

એનું નામ સાંભળતા

મગજ નું હેંગ થઇ જવું

 પ્રેમ એટલે

તને મળવા માટે,ઝડપ થી કામ પૂરું કરવાની ઉતાવળ

પ્રેમ એટલે

તારું નામ લખતા આખા દિવસ નો થાક ઉતરી જવો

પ્રેમ એટલે

સવારે જાગતા ની સાથે એવુ લાગવુ કે … એ મારા સાથે જ છે  .

પ્રેમ એટલે

ઝરમર વરસાદ માં તારા સાથ ની ઈચ્છા

 પ્રેમ એટલે

આખો દિવસ તારા મેસેજ ની રાહ જોવી

અઢી અક્ષરો માં

લાગણીઓનો મહાસાગર

એ પ્રેમ

 પ્રેમ એટલે

તે સ્પર્શેલી વસ્તુ ને મેં કરેલો વહાલ

પ્રેમ એટલે

રોજ તારું આમ પાછું વળી ને મને જોવું

લાગે છે જંગલ માં ચૂંટણી નજીક છે..

​જંગલ મા પોતાના બચ્ચાં સાથે  ઘાસ ચરતી બકરી ને મોર્નિંગ વોક મા નીકળેલા જંગલ નાં રાજા સિંહે હસી ને પુછ્યું ” કેમ છો બકરી બેન?” બકરી એ કહ્યુ “મજા મા રાજાજી” સિંહ આગળ વધતા બકરી નાં બચ્ચાં એ બકરી ને પુછ્યું “માઁ સિંહ નું વર્તન કેમ બદલાયું?” …..બકરી એ હસી ને જવાબ આપ્યો કે ” લાગે છે જંગલ માં ચૂંટણી નજીક  છે”…..(વાત અહિયાં જંગલ ની છે)

સાહસ

​એવું નથી કે આપણાં માં (મારા મા પણ) સાહસ નથિ પણ આપણે  જ્યારે સાહસ કરવા માટે વિચારીએ છીએ ત્યારે આપણાં મન મા સૌથી પેહલા વિચાર આપણી આર્થિક સ્થિતી નો આવે છે.સાહસ માં સફળ થઇશુ કે નિષ્ફળ એ પછી ની વાત છે પણ આપણે સાહસ કરવા મા પણ સફળ ના થઈએ એ માટે નાં પરિબળો આપણી આજુબાજુ સક્રીય થઈ જાય છે. એ પરિબળો મા આપણી નજીક નાં લોકો નો સમાવેશ સહુ થિ વધારે હોય છે. કદાચ એમાથિ કોઈ બચી ને પોતાની જાત ને સફળ બનાવે છે તો એજ લોકો જે સાહસ કરવા માટે રોકી રહ્યાં  હોય છે તેવા લોકો તેં વ્યક્તિ ની અથાગ મેહનત ને “નસીબ” નામનું મોહક મોહરૂ પહેરાવી દેવા મા પણ અગ્ર હરોળ મા હોય છે…..(સાભાર – આજે એક મિત્ર સાથે થયેલ ચર્ચા)  

Parents…

માતા પિતા આખી દુનિયા સમાજ સામે લડી શકે છે, પણ પોતાના દીકરા સામે લડી શકતા નથી કારણ કે દીકરા  સામે જીતવું પણ નથી હોતુ અને હારવું પણ નથી હોતુ પણ માતા પિતા ને ”જીવવું”હોય છે.મારા મિત્રો  ને પ્રાથઁના કરૂ છુ કે મા-બાપ ને ખુશ રાખો !!!!

#parents

#mom

#dad

#happy